પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને થઇ રહેલા નુકસાન અંગે શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા તેમજ શાળાને પ્લાસ્ટિક મુકત બનાવવા બદલ હિંમતનગરની મહેરપુરા પ્રાથમિક શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. કપડવંજની મહમદપુરા પ્રાથમિક શાળાના મિનેષ પ્રજાપતિ તથા પુલકુત જોશીએ ગુજરાત રાજયની તમામ શાળાઓન પ્લાસ્ટિક મુકત બનાવવાનું અભિયાન શરૂ કર્યુ હતું. જેમાં મહેરપુરા પ્રાથમિક શાળાએ રજિસ્ટ્રેશન કરાવીને ખુબ જ ટૂંકા ગાળામાં શાળાને પ્લાસ્ટિક મુકત બનાવતા શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મહેરપુરા શાળાના આચાર્ય પ્રકાશભાઇ વણકરે જણાવ્યું હતું કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકશાન, ચોકલેટ – પડીકા ખાવાથી થતાં નુકસાન અંગે સતત સમજ અપાઇ હતી. ઉપરાંત ઘરમાં પડેલ પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલમાં ભરીને શાળાએ મંગાવાઇ હતી. શાકભાજી કે અન્ય સામાન લેવા જાય ત્યારે કપડાંની થેલી વાપરવા પ્રોત્સાહિત કરાયા હતા. જેના કારણે મહેરપુરા પ્રાથમિક શાળાના 36 બાળકો દ્વારા 500 ઇકો બ્રિકસ બોટલ ભેગી કરી શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવાઇ હતી. અભિયાનની શરૂઆત કપડવંજથી કરાઇ હતી. જેની સફળતા બાદ સમગ્ર રાજ્યમાં આ અભિયાન શરૂ થતાં મહેરપુરા પ્રાથમિક શાળાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમણે પોતાની શાળાને પ્લાસ્ટિક મુકત બનાવી દીધી છે. મહેરપુરા પ્રાથમિક શાળા પણ અભિયાનમાં જોડાઈને 500 બોટલ એકત્ર કરી પ્લાસ્ટિક મુક્ત બની છે. આ અંગેનો અહેવાલ વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સબમિટ કરતાં અભિયાન સાથે જોડાયેલ શાળાને વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર અપાયા હતા. મહેરપુરા પ્રાથમિક શાળાને પુલકીત જોશી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના નાયબ સચિવના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ અપાયો હતો.
બાળકોએ બનાવી પ્લાસ્ટિક મુક્ત શાળા:હિંમતનગરની મહેરપુરા પ્રાથમિક શાળાની પ્લાસ્ટિક મુકત શાળા તરીકે વર્લ્ડ વાઈડ રેકોર્ડ બુકમાં સ્થાન
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
