
પથ્થરમારો થતાં એક વ્યક્તિને ઈજા, વાહનોને ભારે નુકસાન
ગામમાં ફરીથી કોઈ ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ઃ સામસામી નવ શખ્સ સામે ફરિયાદ
બગોદરા – બાવળા તાલુકાના ઝેકડા ગામમાં ૧૦-૦૨-૨૦૨૬, સોમવારે સાંજના કારમાં મોટા અવાજે ગીતો વગાડવા જેવી સામાન્ય બાબતે બે કોમ
વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ મામલે કેરાળા જીઆઇડીસી પોલીસ મથકે બંને પક્ષે
સામસામી ક્રોસ ફરિયાદ નોંધાઈ છે.
