બિસ્માર રોડના કારણે અકસ્માત‎:ખરાબ રસ્તાના કારણે કાર પલટી જતા વંડાના પોલીસકર્મીને ઇજા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સાવરકુંડલા તાલુકાના વીજપડીથી ભમ્મર સુધીનો માર્ગ ખરાબ હોય અને મરામતના બદલે કપચી નાખી રસ્તાને વધુ જોખમી બનાવ્યો હોય આજે એક પોલીસ કર્મચારી ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પલટી ખાઈ જતા ઘાયલ થઈ ગયા હતા. અકસ્માતની આ ઘટના આજે બપોરે 1:15 કલાકે સાવરકુંડલા તાલુકાના વીજપડીથી ભમ્મર રેલવે સ્ટેશન રોડ તરફ બની હતી. વંડા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ મહિડા (ઉં. વ. 32) પોતાની કાર નંબર જીજે05આરજી 2550 લઈને ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે આ રસ્તા પર કપથી પાથરેલી હોય તેના પરથી પસાર થતી વખતે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર ખાળીયામાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈને ઇજા પહોંચી હતી. જેના પગલે તેમને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે મહુવા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *