
નવી દિલ્હી,૨૪ નવેમ્બર,૨૦૨૫,સોમવાર
માતાના દૂધમાં ડીડીટી,આર્સેનિક અને સીસા પછી યુરેનિયમ પણ જોવા મળ્યું હોવાની ઘટના બિહારમાં બની છે. યુરેનિયમનું ઝેર શિશુઓમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફનો ગંભીર સંકેત આપે છે. માતાના દૂધમાં યુરેનિયમ સંભવિત બિન કાર્સિનોજેનિક જોખમ માટે ખૂબજ સંવેદનશીલ હોવાનું જાણવા મળે છે. જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતોને સંપર્કમાં આવેલાઓમાં હજુ સુધી કાર્સિનોજેનિક જોખમ જોવા મળ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ૬ જિલ્લાઓમાં માતાના દૂધમાં યુરેનિયમનું ભયજનક સ્તર જોવા મળે છે.
