
Bihar CM Nitish Cabinet Minister Departments Divided : બિહારમાં નવી સરકારના શપથગ્રહણ પછી હવે મંત્રીઓના વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને સમ્રાટ ચૌધરી વચ્ચે લગભગ અડધા કલાકની બેઠક બાદ બિહાર મંત્રીમંડળના સંપૂર્ણ વિભાગોની વહેંચણીની યાદી રાજ્યપાલને સોંપવામાં આવી છે. નીતિશ કુમારની નવી કેબિનેટમાં એકવાર ફરી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બિહારના નાયબ મુખ્યમંત્રી(ડેપ્યુટી સીએમ)ની જવાબદારી સંભાળશે. મંત્રીઓને વિભાગોની વહેંચણી બાદ હવે કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે. બિહાર મંત્રીમંડળમાં પહેલીવાર ભાજપને ફાળે ગૃહ ખાતું આવ્યું છે.
