બીલીમોરામાં જિલ્લાની 9 આઇટીઆઇના તાલીમાર્થીઓના પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજાયું

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized
  • પ્રોજેક્ટ મોડલ એક્ઝિબિશન સ્પર્ધા-2023 એ આકર્ષણ જમાવ્યું
  • શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયા
  • પ્રથમ દિવસે 4 હજાર જેટલા મુલાકાતીઓએ પ્રોજેક્ટ નિહાળ્યા

બીલીમોરા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ગુરુ-શુક્રવારે જિલ્લાકક્ષાનો પ્રોજેક્ટ એન્ડ મોડલ એક્ઝિબિશન કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં જિલ્લાની 9 આઇટીઆઇના 1500થી વધુ તાલીમાર્થીઓએ આઇટીઆઇમાં જ તૈયાર કરેલા 200થી વધુ પ્રોજેક્ટ મોડલનું પ્રદર્શન રજૂ કર્યું હતું. જેને નિહાળવા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓની સ્કિલ વિકસાવવા અને નવી શોધ માટે પ્રેરણા પૂરી પાડવા બીલીમોરા આઇટીઆઇમાં ગુરુ-શુક્રવારે પ્રોજેક્ટ મોડલ એક્ઝિબિશન સ્પર્ધા-2023 યોજાઇ હતી. જેમાં મિકેનિકલ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યૂટર, ગારમેન્ટ સહિત અનેક ઇનોવેટિવ અને ફ્યુચરેસ્ટીક પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. જેમાં સોલાર કાર, સ્માર્ટહોમ, ઇવી કાર ચાર્જિંગ સ્ટેશન, સ્માર્ટ કાર પાર્કિંગ, ઇલેક્ટ્રિક હાઇવે, હાઇવે ઉપર ઉત્પન્ન ભાવિ વિન્ડ એનર્જી જેવા ખૂબ જ લેટેસ્ટ ટેક્નોલોજીસભર પ્રોજેક્ટોએ અનેરું આકર્ષક જગાવ્યું હતું. આ પ્રદર્શન ઓપન ટુ ઓલ હતું. જેમાં ઇન્ડસ્ટ્રીના, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસે 4 હજાર જેટલા મુલાકાતીઓએ પ્રોજેક્ટ નિહાળ્યા હતા. તાલીમાર્થીઓએ પ્રેક્ટિકલ જ્ઞાનનો ઉપયોગ કરી અવનવા પ્રોજેક્ટ જીવંત બનાવ્યા તે સરાહનીય હોવાનું જણાવ્યું હતું.

આજે શુક્રવારે વધુ મુલાકાતીઓ ભાગ લેશે. જે બાદ ત્રણ સર્વ શ્રોષ્ઠ કૃતિઓ પસંદ કરાશે. જેને આગામી સમયમાં ઇનામ પણ અપાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *