બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized

શહેરના કોટંબી સ્થિત બીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં તા.૧૧ જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય મેન્સ વન ડે ક્રિકેટ મેચ ૨માવવા જઈ રહી છે. તેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટના ઉચ્ચ અધિકારીઓ સ્ટેડિયમ પહોંચ્યા હતા અને વિવિધ બાબતોને ધ્યાને રાખીને તૈયારીઓ ચકાસવામાં આવી હતી.

બીસીસીઆઈના ધીરજ મલ્હોત્રા અને મીત વાડોલીકર તથા ન્યુઝીલેન્ડ ક્રિકેટના આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ અને સિક્યુરિટી નિષ્ણાત રેગ ડિક્સન અને બ્રેડલી રોડન ઉપસ્થિત રહ્યા હતા. બીસીએ ટીમનું નેતૃત્વ સીઇઓ સ્નેહલ પરીખ તથા ક્રિકેટિંગ ઇન્ચાર્જ અને ચીફ ક્યુરેટર અતુલ બેદાડે સહિતના પદાધિકારીઓએ કર્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *