
– માતાને ભગાડી ગયાનો ખાર રાખી પુત્રએ ખૂની ખેલ ખેલ્યો હતો
– સામા પક્ષે પરિણીતાને બે વર્ષ કારાવાસનો કોર્ટે હુકમ કર્યો
ભાવનગર : બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પૂર્વે માતાને ભગાડી ગયાનો ખાર રાખી પુત્રએ ખૂની ખેલ ખેલ્યાની ચકચારી ઘટનામાં ન્યાયપાલિકાએ હત્યારા શખ્સને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. સામા પક્ષે મારામારીના કેસમાં એક પરિણીતાને બે વર્ષ કારાવાસનો હુકમ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બુધેલ ગામે કાના પોપટભાઈ રાઠોડની માતાને કાળુભાઈ રવજીભાઈ મકવાણા નામનો યુવાન એક દિવસ માટે ભગાડી ગયો હતો.
