બે શ્વાન સામ સામે આવતા હુમલામાં યુવક લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ

📅 Published: January 18, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ, શનિવાર

નિકોલ વિસ્તારમાં બે શ્વાન સામ સામે આવતાં તકરાર થઇ હતી જેમાં તારો શ્વાન મારા સામે સામે કેમ લાવે છે કહીને ચાર લોકોએ યુવકને માથામાં તથા કપાળમાં કડુ મારતાં યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તારો શ્વાન મારા શ્વાન સામે કેમ લાવે છે કહી ચાર લોકોએ હુમલો કર્યો, નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નિકોલમાં રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૧૫ના રોજ સાંજના સમયે પોતાના પાળેલા મેક્સ નામના શ્વાનને લઇને જોગીંગ કરાવવા માટે જતા હતા આ સમયે આરોપીની માતા પણ તેમના શ્વાનને લઇને આવતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *