બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 31,895 વિદ્યાર્થીઓ અને 1,685 શિક્ષકો સહિત કુલ 33,580 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ શિબિર અને વ્યાયામ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો અને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવાનો હતો. તમામ શાળાઓમાં એકસાથે આ ખાસ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણાયામ, તાડાસન, ત્રિકોણાસન, સૂર્ય નમસ્કાર અને ધ્યાન સહિત દૈનિક સ્વાસ્થ્ય માટે જરૂરી વ્યાયામની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બોટાદમાં સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે યોગ શિબિર:33,580 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો, સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
