
– પોલીસને ગુમરાહ કરવા પરિણીતાએ ખોટું નિવેદન નોંધાવ્યું હતું
– પીએમ રિપોર્ટમાં પત્નીએ જ પતિનું ગળું દાબી હત્યા કર્યાનું સત્ય બહાર આવેલું
બોટાદ : બોટાદમાં પતિનું ગળું દાબી ઠંડા કલેજે હત્યા કરનાર પત્નીને બોટાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
બોટાદમાં છએક વર્ષ પૂર્વે કિશોરભાઈ રમેશભાઈ ચાવડા નામના યુવકની તેમના ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. જે બનાવ અંગે પોલીસે પ્રાથમિક પૂછતાછ કરતા મૃતકના પત્ની ભાનુબેનએ પોલીસને ગુમરાહ કરવા પતિ કિશોરભાઈએ ગળાફાંસો ખાધો હોવાનું ખોટું નિવેદન આપ્યું હતું.
