બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ગીરમાં, ગુજરાત પર અભિભૂત થઈ:ભાણિયા સાથે ખુલ્લી જિપ્સીમાં ફરી બે નર અને એક માદા સિંહ જોયા, ગીરની પ્રકૃતિ અને સૌંદર્ય પર ઓવારી ગઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌતે આજે તેમની મોટી બહેનના દીકરા પૃથ્વી (ભાણિયા) સાથે ગુજરાતની શાન સમાન સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી. વહેલી સવારે ગુજરાતના એશિયાટિક સિંહોના દર્શન કરીને કંગના રનૌત ગીરની ભવ્યતાથી અત્યંત અભિભૂત થઈ હતી. કંગના રનૌતે ભાણિયા સાથે ગીરની મુલાકાત લીધી
સાસણ ગીર વન વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે વહેલી સવારે 6:15 વાગ્યાની આસપાસ કંગના રનૌતે તેના ભાણિયા પૃથ્વી સાથે સફારી પાર્કમાં પ્રવેશ કર્યો હતો. એક્ટ્રેસે આશરે બે કલાકનો સમય જંગલ સફારીમાં વિતાવ્યો હતો. કંગના રનૌતે ખુલ્લી જિપ્સીમાં સફારી પાર્કની મુલાકાત લઈને જંગલનો રોમાંચક અનુભવ કર્યો હતો. બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન કર્યા
સફારી દરમિયાન એક્ટ્રેસ કંગના રનૌતે તેના ભાણિયા સાથે બે નર સિંહ અને એક માદા સિંહના દર્શન કર્યા હતા. ગીરના જંગલમાં મુક્તપણે વિહરતા સિંહોને જોઇને કંગના રનૌત ખૂબ જ ખુશ થઈ હતી અને ગુજરાતનું ગૌરવ એવા આ શક્તિશાળી પ્રાણીઓના ભરપૂર વખાણ કર્યા હતા. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યો
ગુજરાત ખૂબ જ અદભૂત છે.
સુંદરતા, સંસ્કૃતિ અને પ્રમાણિકતા જોઈને તેના વર્ણન માટે મારી પાસે શબ્દો નથી.
આજે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મારા નાના મિત્ર પૃથ્વી સાથે, જે હવે મારો પ્રિય ટ્રાવેલ બડી છે.
વિવિધ પ્રજાતિઓના દર્શન કરી ખૂબ જ આનંદ થયો, ઔર વૈસે ભી ગુજરાત કે લાયન તો વર્લ્ડ ફેમસ હૈ. ગીરના કુદરતી સૌંદર્ય અને ઇકો સિસ્ટમની પ્રશંસા કરી
કંગના રનૌતે ગીરના કુદરતી સૌંદર્ય અને અહીંની ઇકો સિસ્ટમની પ્રશંસા કરી હતી. ગીર માત્ર સિંહોનું જ નહીં પણ ખળખળ વહેતા ઝરણાં, રમણીય ડુંગરો અને પક્ષીઓના મધુર કલરવથી ભરપૂર એક અદ્ભુત કુદરતી ધામ છે. કંગના રનૌતને અહીં પ્રકૃતિ અને સૌંદર્ય મંત્રમુગ્ધ કરી
વન વિબાગના અદિકારીઓએ જણાવ્યું હતું કે, કંગના રનૌતને ગીરની ઇકો સિસ્ટમ, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રવાસીઓના આગમનથી મળતી રોજગારી વિશે માહિતી આપવામાં આવી હતી જેને એક્ટ્રેસે ઊંડાણપૂર્વક સમજી હતી. કંગના રનૌતે ગીરના આ સમગ્ર અનુભવને ખૂબ જ સારો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અહીં પ્રકૃતિ અને સૌંદર્ય ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવા છે. ઉલ્લેખનીય છે કે, ગીર નેચર સફારી પાર્કમાં દર વર્ષે ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ એશિયાટિક સિંહોના દર્શન કરવા અને પ્રકૃતિનો અનુભવ કરવા આવે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *