ભચાઉ તાલુકાના સામખિયાળી ગામના સામતસર તળાવમાં પ્રથમ વખત મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. અંદાજિત પાંચથી છ ફૂટ લાંબો મગર તળાવ કિનારે સ્નાન કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે કેટલાક ઉત્સાહી લોકોએ મગરના દ્રશ્યોને પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. તળાવની આસપાસ દુકાનો હોવાથી લોકોની અવરજવર વધુ રહે છે. ગ્રામ પંચાયત દ્વારા અજાણ લોકોને મગરથી સાવધ રાખવા સ્થાનિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. પંચાયતે તાત્કાલિક ધોરણે મગરની હાજરીની ખરાઈ કરી હતી. સામખિયાળીના સરપંચ જગદીશ મઢવીએ ગામના તળાવમાં મગર હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગ્રામ પંચાયત દ્વારા લોકોને મગરથી સાવધાન રહેવા માટે જાહેરાત કરીને સૂચિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને પશુઓને પાણી પીવડાવવા આવતા પશુપાલકોને પણ સોશિયલ મીડિયા અને આસપાસના લોકોને જાણ કરીને વાકેફ કરવામાં આવ્યા છે. મગર અંગેની માહિતી વન વિભાગને આપવામાં આવી છે અને યોગ્ય નિવારણ માટે રજૂઆત કરવામાં આવી હોવાનું સરપંચે ઉમેર્યું હતું.
ભચાઉના સામખિયાળી તળાવમાં મગર દેખાયો, VIDEO:સ્થાનિકોમાં ભય ફેલાયો, ગ્રામ પંચાયતે લોકોને સાવચેત કર્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
