ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીરે ધીરે જમવા લાગી છે અને રાજ્યભરમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે તેવી આગાહી કરી છે. જેના કારણે રાત્રી અને સવારના તાપમાને વધુ ઘટાડાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં આજે સવારે લગભગ 21°C તાપમાન નોંધાતા હળવી ઠંડીનો અનુભવ થયો હતો. જોયું તો ભારે ઠંડી ન હોવા છતાં વહેલી સવારે ઠંડા પવનની અસરથી લોકોમાં શિયાળાનો સ્પર્શ અનુભવાયો હતો. ખાસ કરીને જીલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સવારની શરૂઆત સ્વેટર, જેકેટ અને માફલર સાથે કરતાં જોવા મળ્યા હતા. સવારે સ્કૂલ જતાં બાળકો, નોકરીધંધે નીકળતા કર્મચારીઓ અને બે-ચાકીના ચાલકો દ્વારા શિયાળાની સાવચેતી અપનાવવામાં આવી હતી. બીજી તરફ હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા દિવસોમાં પવનની ગતિમાં ફેરફાર સાથે તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે..
ભરૂચમાં ફૂલગુલાબી ઠંડીનો ચમકારો:21°C તાપમાન અને ઠંડા પવનની અસરથી લોકોને શિયાળાનો સ્પર્શ અનુભવાયો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
