ભરૂચ-તવરા માર્ગ પર ભારત પેટ્રોલ પંપ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં સવાર એક મહિલા પણ ઘાયલ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લઈ રહેલી સેન્ટ્રો કાર સાથે તવરા તરફ જઈ રહેલું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. ગંભીર રીતે ઘાયલ મોટરસાયકલ ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર ઈજાગ્રસ્ત મહિલાને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની સંપૂર્ણ ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ભરૂચ તવરા માર્ગ પર કાર-બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર:બંને વાહનના ચાલકો ઇજાગ્રસ્ત, એક ગંભીર; ઘટના સીસીટીવીમાં કેદ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
