image : Filephoto
Surat Corporation : સુરત પાલિકામાં વિકાસના અનેક કામ તૈયાર થઈ ગયા છે વિકાસ તૈયાર છે પરંતુ લોકાર્પણ માટે મુર્હુતનું વિધ્ન આવી રહ્યું છે. સુરત કતારગામ ગોટાલાવાડી 1300 પરિવારો ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પુરો થયો છે અને ઘરની ચાવી માટે તડપી રહ્યાં છે તો બીજી તરફ ભાજપના નેતાઓ પાસે રીબન કાપવા માટે સમય નથી. આવી જ રીતે નવીન ફ્લોરીન પાસે ફ્લાય ઓર બ્રિજ, કતારગામ ઓડીટોરીયમ, ગજેરા સર્કલ બ્રિજ તૈયાર છે પરંતુ હાલ કમુરતા ચાલી રહ્યાં છે તેથી મકરસંક્રાંતિ બાદ ભાજપ શાસકોને મુર્હુત મળશે અને સુરતીઓને વિકાસના પ્રોજેકટનો ઉપયોગ કરવા મળશે.
સુરત પાલિકાના ભાજપ શાસકોએ મોટા ઉપાડે 15 ડિસેમ્બર પહેલા જ કેટલાક પ્રોજેક્ટ પુરા થઈ જશે અને લોકો માટે ખુલ્લા મુકાશે તેવા પ્રકારની જાહેરાત કરી હતી. પરંતુ કોન્ટ્રાકટરની નબળી કામગીરી તથા પાલિકાના નબળા સુપરવિઝનના કારણે શાસકોએ જે વાયદો કર્યો હતો તે પૂરો કરી શકાયો નથી.
