વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થયો હતો. જે કેસમાં આજે હાર્દિક પટેલ ઉપર ચાર્જફ્રેમ થઈ છે. હવે તેના કેસમાં ટ્રાયલ શરૂ થશે. અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આ કેસમાં હાજર ન રહેતા તેની સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. આ વોરંટને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં પડકાર્યું હતું. જેમાં તેને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંહેધરી આપતા હાઇકોર્ટે હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ રદ્દ કર્યું હતું. જો કે, ત્યારબાદ હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં એક્ઝેમ્પશન અરજી કરવામાં આવતી હતી, પરંતુ આજે હાર્દિકે કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડ્યું હતું.
ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ:પાટીદાર અનામત આંદોલન વખતે નિકોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, હાઇકોર્ટમાં બાંહેધરી બાદ ચોથી મુદતે કોર્ટમાં હાજર
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
