જૂનાગઢના યુવાનની કાર લઈ 2.50 લાખ માંગ્યા હતા રાજકોટ રહેતા સાગરિત સાથે મળી સોશ્યલ મીડિયા પરથી માહિતી મેળવી કાર ભાડે કરતા હોવાની કબૂલાત
જૂનાગઢ, : જૂનાગઢમાં રહેતા અને અભ્યાસ કરતા યુવાને એક શખ્સને કાર ભાડે આપી હતી. બાદમાં બગડુના શખ્સે કાર રાજકોટ લઈ જઈ ગુમ કરી દીધી હતી અને કાર પરત જોઈતી હોય તો 2.50 લાખ રૂપીયા માંગ્યા હતા નહીતર કાર પરત નહી કરે એવી ધમકી આપી હતી. પોલીસે આ મામલે શાપર વેરાવળના શખ્સને કાર સાથે પકડી લઈ પૂછપરછ કરતા આ શખ્સે રાજકોટના સાગરીત સાથે મળી આ કૌભાંડ કર્યાની કબુલાત આપી હતી.
