
ધોરાજીના હડમતીયા ગામે કેનાલ રિપેરિંગના નામે ભરસિઝનમાં
પરેશાની : જે કામ રવી મોસમ પૂર્વે ઉનાળામાં થઈ જવું જોઈએ એ કામ હવે કરતા ખેડૂતો રવી
સિંચાઈ જળથી વંચિત
ધોરાજી, : ધોરાજી પંથકમાં ભાદર -1 કેનાલના કારણે ખેડૂતોને રવી મોસમ લેવામાં સાનુુકુળતા વધી જાય છે. નવાઈની વાત એ છે કે દીવાળી પછી રવી મોસમના વાવેતર થયા પછી પાણી છોડવામાં આવે છે અને નિયમ મુજબ પાણી છોડતા પહેલા કેનાલની સાફ સફાઈ કરી લેવી પડે છે. એ કામ હડમતીયા કે મોટીમારડ વિસ્તારમાં બરાબર કરવામાં આવ્યું ન હતું.
