ભારતની સરહદી સુરક્ષા વ્યવસ્થા માટે મહત્વનો MoU:ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયે BSF સાથે MoU પર હસ્તાક્ષર કર્યા; સરહદી સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજી સંશોધનને વેગ મળશે

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ભારતની પ્રથમ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની કેન્દ્રીય યુનિવર્સિટી એવા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV)એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની એકેડેમી તથા રૂસ્તમજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (RJIT) સાથે મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યુરિટી, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ, ડેટા એનાલિટિક્સ, ડ્રોન ટેકનોલોજી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ રીઅલ-ટાઇમ સુરક્ષા ઉકેલોના ક્ષેત્રમાં સંયુક્ત સંશોધન અને વિકાસને નવો વેગ મળશે. MoU હસ્તાક્ષર સમારોહમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. મનોજ ચૌધરી, BSFના એડિશનલ ડિરેક્ટર જનરલ ડૉ. શમશેર સિંહ અને RJITના પ્રિન્સિપાલ ડૉ. પ્રશાંત જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ જ પ્રસંગે યુનિવર્સિટી કેમ્પસમાં “ફ્યુચર મોબિલિટી લેબ” અને “ટાટા મોટર્સ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર (RTC)”નું પણ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રો.મનોજ ચૌધરીએ “લીડરશીપ ઇન ધ કનેક્ટેડ વર્લ્ડ” વિષય પર વિશેષ વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે, “આ ભાગીદારી આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા તથા લોજિસ્ટિક્સ ક્ષેત્રે સ્વદેશી તકનીકી ઉકેલોને વેગ આપશે.” ઉલ્લેખનીય છે કે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની સ્થાપના 2020માં સંસદના કાયદા દ્વારા કેન્દ્રીય યુનિવર્સિટી તરીકે કરવામાં આવી હતી અને તે રેલ્વે મંત્રાલય હેઠળ કાર્યરત છે. યુનિવર્સિટીના ચાન્સેલર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ છે. આ યુનિવર્સિટી રેલ્વે, હાઇવે, બંદરો, ઉડ્ડયન, દરિયાઇ માર્ગો, આંતરિક જળમાર્ગો, શહેરી પરિવહન તથા સંપૂર્ણ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ક્ષેત્રને આવરી લે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *