
Goa Social Media Ban for Children: મોબાઈલ અને સોશિયલ મીડિયા આજે બાળકોના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે. નાના બાળકો પણ કલાકો સુધી Instagram, Facebook, YouTube અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર સમય વિતાવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે ગોવા સરકાર એક મોટું પગલું ભરવાનું વિચારી રહી છે. ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે વિચારણા કરી રહી છે. આ બાબતનો ખુદ રાજ્યના મંત્રીએ સંકેત આપ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોને મોબાઈલની લત, ખોટા કન્ટેન્ટ અને માનસિક દબાણથી બચાવવા આ પ્રકારનું પગલું ખુબ જ જરૂરી છે.
