
Surat : ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ સુરત દેશના તમામ મોટા શહેરને પાછળ મુકીને દેશનુ સૌથી સ્વચ્છ શહેર બની ગયું છે. આ માટે સુરત પાલિકાને એવોર્ડ પણ મળ્યો છે પરંતુ સુરત કાગળ પર તો સ્વચ્છ જોવા મળી રહ્યું છે પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગ પાલિકાની કામગીરી સામે શંકા કરી રહ્યાં છે. સૌથી વધુ ખરાબ હાલત સુરત પાલિકાના ટ્રાન્સફર સ્ટેશનની આસપાસ રહેતા લોકો કે નજીકથી પસાર થતા લોકોની રહે છે. સુરતના વેડ રોડ પર આવેલા ટ્રાન્સફર સ્ટેશન પર રોજ કચરાના અનેક પોટલા પડેલા હોય છે તેના કારણે પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.
સુરતે દેશનું સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવી લીધું છે પરંતુ હવે પાલિકા તંત્ર અને લોકોની બેદરકારીના કારણે આ પહેલો નંબર ખતરામાં મુકાઈ રહ્યો છે.
