
લો કમિશનના 120માં રિપોર્ટ મૂજબ દર 10 લાખે 50 જજો જરૂરી : કૂલ કોર્ટ કેસોની સંખ્યા 5 કરોડ, 11 ટકા દસકાથી પેન્ડીંગ, રોજ અંદાજે 12 લાખ નવા કેસો નોંધાય છે
રાજકોટ, : જસ્ટીસ ડિલેય્ડ ઈઝ જસ્ટીસ ડિનાઈડ એવું બ્રિટેનના એક રાજદ્વારી વ્યક્તિએ 18મી સદીમાં કહ્યું હતું અને આજે પણ કોર્ટમાં અનેક કેસોના ચૂકાદા આવતા વર્ષો વિતી જાય છે અને તેનું એક કારણ કોર્ટ અને ન્યાયધીશોની સંખ્યા મર્યાદિત છે અને કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ગઈકાલે સંસદમાં જજ-પોપ્યુલેશન રેશિયો અંગે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં કાયદો અને ન્યાય મંત્રાલયે જણાવ્યું કે દર 10 લાખની વસ્તીએ ભારતમાં હાલ અંદાજે માત્ર 22 જજો છે.
જો કે મંત્રાલય આ દર નક્કી કરવા માટે ગત ઈ. 2021ની વસ્તીગણતરી થઈ નહીં હોવાથી ઈ.
