
India Economic Survey 2026 : ભારત સરકારે ગુરુવારે સંસદમાં રજૂ કરેલા વાર્ષિક આર્થિક સર્વેક્ષણમાં દેશના યુવાનો અને બાળકોમાં વધતી જતી ‘ડિજિટલ લત’ (Digital Addiction) અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સર્વેક્ષણમાં સૂચવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમ્બલિંગ (સટ્ટાબાજી) એપ્સ સુધી પહોંચવા માટે વય-આધારિત મર્યાદાઓ નક્કી કરવા પર વિચાર કરવો જોઈએ.
આ અહેવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવાના થોડા દિવસો પહેલા જ રજૂ કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ ગુરુવારે રાજ્યસભામાં આર્થિક સર્વેક્ષણ 2025-26ની નકલ સદનના પટલ પર મૂકી હતી. આર્થિક સર્વેક્ષણ સરકાર દ્વારા રજૂ કરવામાં આવતો એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે.
