ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા, તા.15 મુંબઇ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે વડોદરા નજીક એક કારની ટક્કરે રોડ ક્રોસ કરતા નર દીપડાનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના રહીશ દર્શનભાઇ સુરતમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાં હાજરી આપી પરિવારના સભ્યો સાથે પરત રાજકોટ જતા હતાં. તેઓ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પરથી કાર હંકારતા હતા અને વડોદરા નજીક પાદરા તાલુકાના સાદડ ગામ પાસેથી પસાર થતી વખતે સવારે પાંચ વાગે રોડ ઓળંગતા એક દીપડાને કારની ટક્કર વાગતા તેને ગંભીર ઇજા થતાં તે રોડ પર ફંગોળાયો હતો.

દર્શનભાઇએ તુરંત જ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ સ્થળ પર આવી ગયો હતો પરંતુ દીપડાનું સ્થળ પર મૃત્યુ થયું  હોવાથી દીપડાને પીએમ માટે ખસેડયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *