
T20 World Cup 2026, India-Pakistan Match Dispute : T20 વર્લ્ડકપ-2026માં પાકિસ્તાને ઉભા કરેલા નાટકની વિશ્વભર નોંધ લેવાઈ રહી છે. ટુર્નામેન્ટમાં પાકિસ્તાને ભારત સામે મેચો રમવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સલ સિહત અનેક દેશોના ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનને ક્રિકેટની ગરિમા જાળવવાની સલાહ આપી રહ્યા છે. તાજેતરમાં જ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે (SLC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ચેતવણી સમાન સલાહ આપી હતી, ત્યારે હવે સંયુક્ત આરબ અમિરાતે પણ પાકિસ્તાનને પત્ર લખીને મોટા નુકસાનથી બચવાની સલાહ આપી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચો પર સંકટ
પાકિસ્તાને T20 વર્લ્ડકપ-2026માં ભારત સામેની મેચોમાં રમવાનો ઈન્કાર કર્યા બાદ બંને દેશો વચ્ચેની હાઈવોલ્ટે મેચો પર સંકટના વાદળો ખેરાયેલા છે.
