
Tejas Fighter Jet Crash: દુબઈમાં એર શૉ દરમિયાન તેજસ વિમાન ક્રેશ થયા પછી પણ શૉ ચાલુ રાખવા બદલ એક અમેરિકન પાઈલટે આયોજકોને ખખડાવ્યાં છે. દુબઈ એર શૉ ભાગ લઈ રહેલા પાઈલટે કહ્યું કે, મારા માટે વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ હતું કે, ક્રેશ થયાના થોડી જ વારમાં ત્યાં બધું નોર્મલ હતું. કોમેન્ટેટરનાં શબ્દોમાં પહેલા જેવો જ જોશ હતો અને લોકો એ જ ઉત્સાહથી તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ ત્યાં એક દુર્ઘટના ઘટી હતી. તેમણે કહ્યું કે, દુર્ઘટના પછી શો ચાલુ રાખવાનો નિર્ણય ચોંકાવનારો હતો.
