
Russia Rejects Claim That India Will Stop Buying Russian Oil : મહિનાઓ સુધી વાટાઘાટો બાદ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. અમેરિકાએ ભારત પરનો ટૅરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. ટ્રેડ ડીલની જાહેરાત સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી છે કે તે હવે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદે. આ મામલે હવે રશિયાએ મોટું નિવેદન આપ્યું છે.
ભારત અમારી પાસેથી ઓઇલ નહીં ખરીદે તેવું કોઈ નિવેદન નથી આપ્યું: રશિયા
