
Donald Trump and India Tariff News : ભારત અને અમેરિકા વચ્ચે બહુપ્રતિક્ષિત ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાની વાતચીત અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની શક્યતા છે. આ મહત્ત્વપૂર્ણ સમયગાળા વચ્ચે, અમેરિકન સેનેટરોના એક જૂથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને ભારત દ્વારા આયાતી દાળ પર લગાવવામાં આવેલા 30% ટેરિફને હટાવવા માટે દબાણ લાવવાની માંગ કરી છે.
ટ્રમ્પને લખેલા પત્રમાં શું છે મુખ્ય માંગ?
અમેરિકન સેનેટરોએ પ્રમુખ ટ્રમ્પને લખેલા પત્રમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટમાં ‘કઠોળના પાક માટે અનુકૂળ જોગવાઈઓ’ સામેલ કરવામાં આવે. તેમની મુખ્ય માંગ એ સુનિશ્ચિત કરવાની છે કે ભારતને અમેરિકન ખેડૂતો દ્વારા વેચવામાં આવતા પીળા વટાણા (દાળ) પરનો 30% ટેક્સ સંપૂર્ણપણે દૂર કરે.
