
Russia On India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર વાગી ગઈ છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી ફેક્ટશીટ પણ જાહેર કરી દીધી છે. જોકે, આ ડીલ વચ્ચે અમેરિકા સતત ભારતને રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા દબાણ કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે રશિયાના ઉપ-વિદેશ મંત્રી સર્ગેઈ રિયાબકોવે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, આ ડીલથી ભારત-રશિયાના સંબંધો પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.
અમેરિકા બધું પોતાના માટે જ ઈચ્છે છે : રશિયાનો કટાક્ષ
