
India-US Textile Sector Trade Deal : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પરનો ટૅરિફ દર 25 ટકાથી ઘટાડી 18 ટકા કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે અમેરિકન તંત્ર તરફથી વધુ એક રાહત મળવાના અહેવાલ સામે આવ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આજે (12 ફેબ્રુઆરી) કહ્યું છે કે, ‘અમેરિકાએ બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગને મોટો લાભ આપ્યો છે, તેવી જ રીતે ભારતને પણ લાભ મળશે.’
ભારતીય ટેક્સટાઇલ સેક્ટરને મળશે મોટી રાહત
ભારત-અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવના ગોયલે સંકેત આપ્યો છે કે, બાંગ્લાદેશની જેમ ભારતીય ટેક્સટાઇલ સેક્ટર (Indian Textile Sector Tariff) માટે અંતિમ સમજૂતી પર હસ્તાક્ષરની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ટૅરિફ શૂન્ય થવાની આશા છે.
