
ઈઝરાયલ-ભારત સંબંધો અંગે કેન્દ્રીય-મંત્રીનો-અભિગમ
ઈઝરાયેલના વિત્ત અને ઉદ્યોગમંત્રી, નિર બર્કતનાં આમંત્રથી ઈઝરાયલ ગયેલાં ભારતના વાણિજ્ય મંત્રીએ ખુલ્લાં મને જાહેર કર્યું
તેલઅવિવ: ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ અહીં પત્રકારો સાથેની વાતચીતમાં ખુલ્લાં મને કહ્યું હતું કે, અંતર-રાષ્ટ્રીય-સંબંધોમાં ભારત એક વિશ્વસનીય અને આધારભૂત સાથી તરીકે આગળ આવી રહ્યું છે.
ઈઝરાયલના વિત્ત અને ઉદ્યોગમંત્રી નિર બર્કતમાં આમંત્રથી, અહીં આવેલા પીયુષ-ગોયેલે તેઓની ૨૦-૨૧-૨૨ના ત્રણ દિવસની ઈઝરાયલની મુલાકાતના અંતે, ગઈકાલે ભારત પરત આવતાં પૂર્વે યોજેલી પત્રકાર પરિષદમાં ભારત-ઈઝરાયલ સંબંધો અંગે પોતાનો (ભારત વતી) અભિગમ દર્શાવ્યો હતો.
