ભારત-ન્યૂઝિલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામ ની દહેશતઃ વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચને પગલે હાઇવે પર ટ્રાફિક જામની દહેશત હોવાથી પોલીસ દ્વારા જુદીજુદી એજન્સીઓને સાથે રાખીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

ગઇકાલે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.જે દરમિયાન પોલીસના રિહર્સલ ને કારણે હાલોલ રોડ પર પાંચ કિમી ટ્રાફિક જામ થયા બાદ આવતીકાલે મેચ દરમિયાન આવી સ્થિતિ ના સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

જે દરમિયાન અમદાવાદ-સુરત હાઇવે પર વડોદરાની આસપાસની દરેક ચોકડી પર ્ટ્રાફિકને અડચણ ના પડે તે માટે દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે.આ ઉપરાંત આવતીકાલે પોલીસ અધિકારીઓ કાફલા સાથે દરેક ચોકડી પર હાજર રહેશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *