‘ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે’ ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પનો દાવો

📅 Published: February 2, 2026 | 📂 Category: Uncategorized


US President Donald Trump On PM Modi And Tariff : અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ભારત પરનો ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા સંમત થયું છે. ટ્રમ્પનો આ દાવો ભારતની ઊર્જા નીતિ અને ભારત-રશિયા વચ્ચેના મજબૂત સંબંધો મામલે ગંભીર માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ભારત-રશિયા વચ્ચે તેલ અને ઊર્જા સેક્ટરમાં સહયોગ ચાલી રહ્યો છે, જે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો ભાગ છે. જોકે ટ્રમ્પે પોતાના દાવા પાછળ કોઈ ચોક્કસ કારણ કે સમયમર્યાદા સ્પષ્ટ જણાવી નથી. ટ્રમ્પના દાવા પર એ સવાલ થવો સ્વાભાવિક છે કે, શું ભારત પોતાની ઉર્જા નીતિમાં કોઈ મોટો ફેરફાર કરશે? ભારત સરકારે રશિયા પાસેથી તેલ ખરીદી મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *