
Criminal MP in Bangladesh : બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં દિવંગત પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી(BNP)એ ભવ્ય જીત મેળવી છે. આ ચૂંટણી પરિણામોમાં સૌથી ચોંકાવનારી બાબતમાં એ ત્રણ નેતાઓનો વિજય છે, જેમને ગંભીર ગુનાઓમાં સજા મળી હતી, પરંતુ મોહમ્મદ યુનુસ દ્વારા માફી મળ્યા બાદ તેઓ હવે સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
ગંભીર આરોપમાં સજા પામેલા ત્રણ નેતાઓને માફી
ડિસેમ્બર-2024માં બાંગ્લાદેશ હાઇકોર્ટે તારિક રહેમાન સહિત અન્ય આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ મોહમ્મદ યુનુસે ગંભીર આરોપો હેઠળ સજા પામેલા ત્રણ મુખ્ય નેતાઓને માફી આપી હતી.
