ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ ભારત સામે પ્રોક્સીવેર છેડીને આતંકવાદને પ્રોત્સાહન આપીને પાકિસ્તાને ભારત કરતા વધારે નુકસાન પોતાનું કર્યું છે.૧૯૮૦માં જ્યારે પાકિસ્તાને પ્રોક્સી વોરની શરુઆત કરી ત્યારે ભારત અને પાકિસ્તાનની જીડીપી લગભગ સરખી હતી.આજે ભારત વિશ્વની ચોથા નંબરની ઈકોનોમી છે અને પાકિસ્તાન આસપાસ પણ નથી તેમ પૂર્વ સેના અધ્યક્ષ મનોજ નરવણેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

મનોજ નરવણેએ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર ૧૦૦ ટકા સફળ રહ્યું છે.આ ઓપરેશન બાદ ભારતે પોતાની રણનીતિમાં બદલાવ કરીને આતંકવાદીઓ જ નહીં પણ આતંકવાદીઓને મદદ કરનારાઓ એટલે કે પાકિસ્તાન પર પણ સીધો પ્રહાર કરવાનું શરુ કર્યું છે.પાકિસ્તાને  પોતે સમજવું પડશે કે ભારતમાં આતંકવાદ ફેલાવવાથી તેને કોઈ ફાયદો થવાનો નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *