
Trump Claims India May Buy Venezuelan Oil Instead of Iran | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મોટો દાવો કર્યો છે કે ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે. અમેરિકાએ હાલમાં જ વેનેઝુએલા પર હુમલો કરી ત્યાંનાં પ્રમુખને કેદ કર્યા હતા. જે બાદ વેનેઝુએલાના ઓઈલ પર મોટા ભાગે હવે અમેરિકાનું સીધું નિયંત્રણ છે. એવામાં ટ્રમ્પ હવે વેનેઝુએલાનું ઓઈલ દુનિયાભરના દેશોને વેચીને મોટી કમાણી કરવા માંગે છે. ત્યારે ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે.
