
Raj Thackerey News : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ BMC સહિત રાજ્યની નગર નિગમ ચૂંટણીમાં મળેલા પરાજય પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ચૂંટણીને “ભારે ધનબળ અને સત્તાની તાકાત વિરુદ્ધ શિવશક્તિ” વચ્ચેની લડાઈ ગણાવી છે. ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને BMC સહિત રાજ્યની 24 અન્ય નગર નિગમોમાં જંગી જીત મેળવી છે, જ્યારે MNSને સમગ્ર રાજ્યમાં માત્ર 13 બેઠકો મળી છે.
હાર સ્વીકાર્ય પણ હિંમત નથી હાર્યા
મુંબઈની 227 સભ્યોની BMCમાં MNSને માત્ર 6 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.
