
– ખેલાડીઓએ વારંવાર પ્રમાણપત્ર આપ્યા, રજૂઆત કરી છતાં રકમ નહીં આપી કરાતો અન્યાય
– બાસ્કેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ સહિતની કેટલીક રમતના ખેલાડીઓને પુરસ્કારની રકમ નહીં અપાતા આક્રોશ
ભાવનગર : રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓને પુરસ્કારની રકમ નહીં આપી અન્યાય કરવામાં આવતો હોય છે. ભાવનગર શહેર અને જિલ્લના ઘણા ખેલાડીઓને ગત ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી નથી તેથી ખેલાડીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભાવનગર સહિત રાજ્યભરમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે છે અને રાજ્યકક્ષાએ મેડલ પણ મેળવે છે પરંતુ આ મેડલ મેળવનાર ખેલાડીઓને પુરસ્કારની રકમ એક-બે વર્ષ સુધી મળતી નથી, જે ગંભીર બાબત છે.
