ભાસ્કર ઇનસાઇડ:SOGના નકલી જવાનોનું કારસ્તાન,ભરૂચના વેપારી,મહિલા મિત્રનું કારમાં અપહરણ કરીને રૂા.5 લાખની ખંડણી વસૂલી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઈ છે.જેમાં6 દિવસ અગાઉ ભરૂચથી કપડાંનો વેપારી મહિલા મિત્રને લઈ અત્રે આવ્યો હતો.તે વેપારી અને મહિલાનું અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનો બનાવ બન્યો હતો.જેમાં નકલી એસઓજી બનેલા પોલીસ વિભાગના બે અસલી જવાનોની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ અંગે વેપારીના જણાવ્યા અનુસાર અપહરણ અને ખંડણીની કલમો લગાવી તપાસ શરૂ કરી છે. આરોપીઓ અપહરણ અને ખંડણીની માંજલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે યાજ્ઞિક સાહેબની ઓળખ આપનાર શખ્સ, આફતાબ પઠાણ (તાંદલજા) અને ચેક્સ ડિઝાઇન વાળો શર્ટ પહેરેલો શખ્સનો સમાવેશ થાય છે. ગત 12 તારીખે સવારે ભરૂચના વેપારી અફવાન પોતાની મહિલા મિત્ર અને અન્ય મિત્ર સાથે એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશનના કામે ઈનોવા લઈને આવ્યા હતા. મહિલા મિત્રનું એડમિશનું કામ પૂર્ણ થતાં ત્રણ પરત ભરૂચ જવા દોઢ વાગે નીકળ્યા હતા. ઈનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલાં એસ.આર.પી ગ્રુપ નાઇન પાસે એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઊભી રાખવી હતી.અને એમાંથી ખાખી કલરનું પેન્ટ પહેરેલો એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે ઉતર્યો હતો.અને અંદર બેસી જઈ પોલીસ હોવાનું જણાવ્યું હતું.વેપારીએ 4 લાખ આપવાની તૈયારી દર્શાવતા અફવાનને પરત વડોદરા લવાયો હતો.કાલાઘોડા પાસે ઉભો રાખ્યો હતો.એટીએમમાં રૂપિયા મૂકી દેવા માટે જણાવ્યું હતું. 4 લાખ મળી ગયા બાદ નકલી એસ.ઓ.જી બનેલા જવાનોએ અફવાનને છોડી દીધો હતો. બીજા દિવસે ફોન કરી એક રૂપિયા આપી ફોન પરત લઈ જવાનું કહેતા વેપારી ખંડણીખોરોએ આપેલા સરનામે અકોટા પોલીસ લાઇન પાસે આવી એક લાખ આપી ફોન પરત મેળવ્યો હતો.ઘટનામાં નકલી પોલીસ બનેલા લોકો ઉપર શંકા જતા માંજલપુર પોલીસ મથકે પહોંચી અફવાને ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બદનામીના ડરે વેપારી પોલીસ મથક છોડી ભાગી ગયા
મકરપુરા રોડ ઉપરથી પોતાના અને મહિલા મિત્રનું જુદી જુદી કારમાં અપહરણ કરી 5 લાખની ખંડણી વસૂલી હોવાની ફરિયાદ લઈ ભરૂચનો અફવાન માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો.જ્યાં એને અપહરણ અને ખંડણીની વિગતો જણાવી હતી.પોલીસે ફરિયાદ માટે નિવેદન લીધું હતુ.જેમાં વેપારીએ સહી કરી હતી.બાદમાં અપહરણકારોને મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાની જાણ થઈ હતી. જેથી એ ગભરાયા હતા અને વેપારી પાસેથી લીધેલી રકમ કરતા વધુ રકમ પરત કરવાની તૈયારી હોવાનો સંદેશો મોકલાવ્યો હતો.બીજી તરફ ફરિયાદમાં મહિલા મિત્રના ઉલ્લેખથી પોતાની બદનામી પણ થશે એવા ડરે વેપારી પોલીસ મથક છોડી ભાગી ગયો હતો પરંતુ પોલીસે નિવેદનના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અપહરણ અને ખંડણીની ફરિયાદ અંગે તપાસ ચાલુ છેઃ ડીસીપી
ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, માંજલપુર પોલીસ મથકમાં અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી છે. જેની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે આવતી કાલે બુધવારે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવશે.હાલ તપાસ ચાલુ છે એમ તેમણે ઉમેર્યું હતું.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *