ભાસ્કર ઇમ્પેક્ટ‎:હિંમતનગર પાલિકાએ 2.78 કરોડનું બ્લોક ટેન્ડર ફરીથી બહાર પાડ્યું

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

હિંમતનગર પાલિકા દ્વારા બે એક માસ અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 2.78 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડ બનાવવા ઓનલાઈન ટેન્ડરો મંગાવ્યા હતા. જેમાં M300 જનરલ ગ્રેડ વાળા બ્લોક વાપરવાનું દર્શાવ્યું હતું. પરંતુ પછી સુધારાસૂચિ બહાર પાડી “વ્યારા કંપની બ્લોક” વાપરવાનો નિર્દેશ કરતાં વિવાદ ઉભો થયો હતો અને તા.6-10-25ના રોજ આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પાલિકાએ તા.17-11-25ના રોજ ફરીથી ”વ્યારા કંપની બ્લોક”ની સુધારા સૂચિ હટાવી ટેન્ડર બહાર પાડ્યું હતું. હિંમતનગર પાલિકા દ્વારા બે-એક માસ અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 2.78 કરોડના ખર્ચે બ્લોક રોડ બનાવવા ઓનલાઇન ટેન્ડર મંગાવાયા હતા. જેમાં ટેન્ડર ભરવાની છેલ્લી તા.29 ઓક્ટોબર હતી અને 10 નવેમ્બરે સાંજે ચાર કલાકે ટેન્ડર ખોલવાના છે. પેવર બ્લોક માટે 80 મીમી જાડાઈવાળા ઇન્ટર લોકિંગ કોંક્રિટ બ્લોક M300 ગ્રેડ નક્કી કરાયો હતો. આ જરૂરી માનાંક વાળો જનરલ ગ્રેડ છે જે ગમે તે ઉત્પાદક પાસેથી બીડ ભરનાર ખરીદી શકે છે. ત્યારબાદ પાલિકાએ જાહેર કરાયેલ ટેન્ડરમાં સુધારા સૂચિ બહાર પાડી સુરત નજીક આવેલ વ્યારા કંપની બ્લોક નામના ઉત્પાદકંનુ નામ દર્શાવી તેની બ્રાન્ડના જ બ્લોકની ફરજીયાત ખરીદી કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ કરાયું હતું.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *