ભાસ્કર ઈનસાઈડ:દાહોદમાં ઠંડીએ જમાવટ કરી પારો 12.7 ડિગ્રીએ પહોંચ્યો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

દાહોદ જિલ્લામાં ઠંડીએ જમાવટ કરી દીધી છે. મંગળવારે શહેરમાં તાપમાન 12.7 ડિગ્રીએ પહોંચતા લોકોને ઠંડીમાં ઠુંઠવવાનો વારો આવ્યો હતો. છેલ્લા બે દિવસથી અચાનક વધી રહેલા ઠંડીના પ્રમાણના લીધે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાઇ ગયા હતાં. દાહોદ શહેરમાં ઋતુ પરિવર્તનનું પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મંગળવારે શહેરમાં દિવસ દરમિયાન વાતાવરણ ચોખ્ખું અને સુખદાયક રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 24°C સુધી રહ્યું હતું અને હવામાં ભેજનું પ્રમાણ આશરે 39% નોંધાયું હતું. જોકે સૂર્યાસ્ત પછી વાતાવરણમાં જલ્દી બદલાવ જોવા મળ્યો, અને સાત વાગ્યે તાપમાન ગગડી 12.7°C પર આવી ગયું હતું. 10 કિમી પ્રતિ કલાકના હિસાબે ફુકતા ઠંડા પવનના કારણે શહેરીજનો રાત્રે ઠંડા હવામાન સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જ્યારે સૂર્યાસ્ત પછી તાપમાન ઝડપથી ઘટતાં શહેરીજનો ગરમ જૅકેટ, શાલ અને તાપણાનો ઉપયોગ કરવા માટે તૈયાર રહેતા જોવા મળ્યા હતા. જ્યારે હવામાન નિરીક્ષકો આગાહી કરે છે કે આવનારા દિવસોમાં દિવસ-રાત્રિ તાપમાનમાં મોટો તફાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને સાંજે અને સવારે ઠંડીના કારણે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. રવી પાક લેનારા ખેડૂતો ઠંડી જામતા ખુશ
કમોસમી માવઠાના કારણે ખરીફ પાકમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે ત્યારબાદ રવી સિજન શરૂથતાં જ ખેડૂતો કામગીરીમાં જોતરાઇ ગયા હતાં. દરમિયાન ઠંડીએ જમાવટ કરતાં રવીપાક લેનારા ખેડૂતોને ભારે રાહત થશે. વાતાવરણમાં આવેલા પલટો ખેડૂતો માટે આશાવાદી બન્યા હતાં.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *