ભાસ્કર ઈનસાઈડ:બીસીએને મેન્સ મેચોમાંથી ~8.50 કરોડની કમાણીનો કોન્ટ્રાક્ટ અપાયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

બીસીએની એપેક્ષની મંગળવારે મળેલી બેઠકમાં 3 વર્ષ મેન્સ મેચો માટે 8.50 કરોડથી વધુની કમાણીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.પ્રમુખ પ્રણવ અમીને સામાન્ય સભ્યોને આજીવનમાં રૂપાંતર કરવાના મુદ્દાને વેગ આપી પ્રક્રિયા શરૂ કરવાનું જણાવ્યું હતું. જ્યારે ટીસીએમ (ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી મીડિયા)ને બ્રાન્ડિંગ-માર્કેટિંગને લઈ 3 વર્ષના કોન્ટ્રાક્ટની જાણકારી અપાઈ હતી. જ્યારે સીઇઓ સ્નેહલ પરીખે કહ્યું કે, ટીસીએમ સાથે બીસીએના પહેલાંથી સારા સંબંધ છે. બીસીએને તેનાથી ઘણો ફાયદો થશે. ઈન્સ્ટાડીઆ રાઇટ્સ- ટીસીએમને ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ અપાયો 2011માં મેન્સ ઈન્ટરનેશલ વખતે બીસીએને 1 કરોડ આપ્યા હતા
​​​​​​​ટીસીએમ માર્કેટિંગ તથા બ્રાન્ડિંગ કંપની છે. તેને 2011માં મેન્સ ઈન્ડિયા ન્યુઝિલેન્ડ વખતે બીસીએને 1 કરોડથી વધુ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બરમાં વુમન્સ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ મેચ વખતે 33 લાખ આપ્યા હતા. બીસીસીઆઈ ઓડીઆઈના રૂ.1.75 કરોડ બીસીએને આપે છે. ટીસીએમ પાસે 90થી વધુ બ્રાન્ડ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *