ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરી કરાઈ રહી છે. જે અંતર્ગત ગત શનિ-રવિવારે વોર્ડ દીઠ વધારાના સહાયતા કેન્દ્રો કાર્યરત કરાયાં હતાં. સ્કૂલો ખાતે કાર્યરત કરાયેલાં આ કેન્દ્રો પર સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં ઘણી જગ્યાએ મતદાર યાદી સુધારણા માટેના કાર્યક્રમમાં બીએલઓને સ્કૂલોમાં પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો હતો. સ્કૂલોએ ક્લાસ રૂમો ખોલી ન આપતાં બીએલઓ અને નાગરિકો પરેશાન થયા હતા. ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી સરની કામગીરીને લઇને બીએલઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. મોટાભાગે સરકારી સ્કૂલોના શિક્ષકને બીએલઓની કામગીરી સોંપાઈ છે. ઘરે ઘરે જઇને બીએલઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં 5થી વધારે ધક્કા ખાવા છતાં પણ ફોર્મ ભરીને અપાતાં નથી. BLOને રાત્રે 11 વાગ્યે 2002ની યાદીમાં નામ કેવી રીતે શોધવાનાં તેવા પણ ફોન આવી રહ્યા છે
મતદાર ફોર્મમાં બીએલઓના મોબાઇલ નંબર આપવામાં આવ્યા છે ત્યારે મહિલા બીએલઓને રાત્રે 11 વાગે પણ ફોન કરીને 2002ની મતદાર યાદીમાં વિગતો કેવી રીતે શોધવાની, ફોર્મ કેવી રીતે ભરવાનું તે વિશે પૂછવામાં આવી રહ્યું છે. બીએલઓ જ્યારે લોકોના ઘરે ફોર્મ લેવા જાય છે ત્યારે 2002ની માહિતી લોકો પાસે ન હોવાથી મતદાર યાદીમાં નામ રાખવું હોય તો રાખો નહીંતર કાઢી નાખો તો એવું કહીને બીએલઓને પરત મોકલી દેવામાં આવે છે.
ભાસ્કર ઈનસાઈડ:મતદાર યાદી સુધારણામાં બીએલઓને શાળાના પાર્કિંગમાં બેસવાનો વારો આવ્યો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
