ભાસ્કર ઈનસાઈડ:મહિલા બીએલઓને રાત્રે 12 વાગ્યે ફોન આવ્યો, મેડમ તમારા લગ્ન થઈ ગયા ? સરનામું આપજો !

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સેતુગિરિ ગોસ્વામી
સુરેન્દ્રનગર જિલ્લામા 1580 બી.એલ.ઓ દ્વારા 14 લાખથી વધુ મતદારોની યાદી સુધારણા માટે એસ.આઈ.આર પ્રક્રિયા ચાલુ.છે. જેમાં ખાસ કરીને મહિલા બીએલઓની મુશ્કેલીઓ વધી ગઇ છે. મતદારો મહિલા બીએલઓના ફોન નંબર ઉપર 12 વાગે ફોન કરીને કેટલાક મતદારો કહે છે, મેડમ તમારા લગ્ન થઇ ગયા છે? તમે કયા રહ્યો છો? જેને કારણે મહિલા બીએલઓની કામગીરીની સાથે મોબાઇલની મુશ્કેલીઓ વધી ગઇ છે. મહિલાઓને કેવી મુશ્કેલી મોબાઇલને લઇને પડી રહી છે તે જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમે 11 મહિલા બીએલઓને મળીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મતદાર યાદીની કામગીરીની સાથે જાહેર થયેલા મોબાઇલ નંબરમાં આવતા ખોટા મેસેજ અને ફોન પરેશાનીનું કારણ બની ગયુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આટલુ જ નહી પરંતુ લોકો મેસેજ કરીને અટપટ્ટી અને વિચિત્ર વસ્તુઓ પણ પૂછતા હોવાનું મહિલા બીએલઓએ સ્વીકાર્યુ હતું.આથી હવે બીએલઓ અજાણ્યા ફોન રિસીવ કરતાં પણ ડરે છે. મહિલા બીએલઓને પૂછાતા સવાલો,પાછા ક્યારે આવશો? 1. મેડમ તમારા લગ્ન થઈ ગયા કે બાકી છે? તમારા ઘરનુ સરનામુ શુ છે ?
2. મારી દીકરી સાસરે છે તેનો વિભાગ ક્રમાંક તત્કાલિક શોધી આપો ને
3. અમારા ઘરમાં એક ફોર્મ આવ્યું નથી ક્યારે આવશે?
4. અમે ઘરનુ સરનામું બદલી દીધું છે તમે નવા ઘરે ફોર્મ લઈને આવશો?
5. તમે આવ્યા ત્યારે અમે ઘરે નહોતા ફરીથી ક્યારે આવશો?
6. ફોર્મ ભરવું ફરજીયાત છે? નહીં ભરીયે તો શુ થશે?
7. ફોર્મ સાથે ડોક્યુમેન્ટ નહીં આપીયે તો ચાલશે?
8. ચૂંટણી કાર્ડમાં અને ડોક્યુમેન્ટમાં અલગ નામ છે તો શુ કરવું સમસ્યાનો ઉપાય : ઓપરેટ ફાળવ્યા, સહાયક આપવા જોઇએ
ઓનલાઇન કામગીરી માં થતી મુશ્કેલી સહિતના પ્રશ્નો અંગે વઢવાણના પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. ઓનલાઇન કામગીરીમાં પડતી અડચણ, કામગીરીનું ભારણ ટેન્શન વગેરેને ધ્યાનમાં લઇ ઓનલાઇન કામગીરી કરવા ડેટા ઓપરેટર ફાળવ્યા છે. જેથી શિક્ષકોને માત્ર ફોર્મ કલેક્શન કરાવવાના રહેશે. બી.એલ.ઓ.ને સહાયકો આપવા જલ્દી નિર્ણય લેવાય તો કામગીરી સરળ બની શકે. મહિલા બીએલઓને મુશ્કેલી પડે તો સંઘ સાથ આપશે. > પ્રવિણસિંહ પરમાર, પ્રમુખ પ્રાથમિક શિક્ષક સંઘ આધારકાર્ડ, બેંકમાં લીંક નંબર બંધ પણ ન કરી શકાય
મતદારોને ફોર્મ ભરવા માટે આપ્યા છે. તેમાં જ બીએલઓના નંબર લખાયા છે. આમ 1500થી વધુ ઘરોમાં મહિલા બીએલઓના નંબર પણ પહોંચી ગયા છે. તેમાં લોકો સવારે ગુડમોર્નિંગના મેસેજ પણ કરતા થઇ ગયા છે. બેંક,આધાર કાર્ડ સહિતની તમામ જગ્યાએ આ નંબર ચાલતો હોય હવે મહિલા બીએલઓ તે નંબર પણ બંધ કરી શકે તેમ નથી. મહિલા BLO પૂછાતા સવાલો, પાછા ક્યારે આવશો?
ક્યારેક ઊંઘમાંથી ઝબકી જવાય છે
અમે મતદારોની મદદ માટે તત્પર રહીએ છીએ અને તમામ કોલ રિસીવ થાય તેવો પ્રયત્ન કરીયે છીએ પણ દિન પ્રતિદીન ફોનની સંખ્યા એટલી વધી ગઈ છે કે, સૂતા, જમતા સતત કોલ ચાલુ રહે છે. રાતે 12 પછી પણ બિનજરૂરી ફોન આવે છે


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *