ભાસ્કર ઈનસાઈડ:માધાપરની પરિણીતાને સંબંધ રાખવા ફરજ પાડી આપઘાત માટે મજબૂર કરાઇ હતી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

માધાપરમાં રહેતી 21 વર્ષીય પરિણીતાએ પાંચ મહિના પહેલા કરેલા આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ કરતા જુની બકાલી કોલોની પાસે રહેતા આરોપીએ સબંધ રાખવાનું કહી ફોટો વાયરલ કરવાની ધમકી આપી મરવા માટે મજબુર કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ આપઘાત કરી લેનાર માધાપરમાં રહેતી 21 વર્ષીય પરિણીતાના પિતાએ માધાપર પોલીસ મથકે જુની બકાલી કોલોનીમાં રહેતા આરોપી સમીર જુણસ પઢિયાર વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. બનાવ 14 જુનના બન્યો હતો. ફરિયાદીની દીકરીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા માધાપર પોલીસ મથકે એડી દાખલ કરી તપાસ કરાઇ હતી. આરોપીએ તેમની દીકરી સાથે સબંધ રાખવા અવાર નવાર પીછો કર્યો હતો. તેમજ પોતાની સાથે સબંધ ન રાખે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી મરવા માટે મજબુર કરતા ફરિયાદીની દીકરીએ ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે તપાસ કરનાર ડીવાયએસપી એમ. જે. ક્રિશ્ચન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બનાવ બાદ પોલીસે તપાસ કરતા મૃતકના મોબાઈલમાંથી પુરાવાઓ મળી આવ્યા હતા. હતભાગીએ અંતિમ પગલું ભર્યું તે પહેલા ફાંસો ખાવા માટે તૈયાર કરેલા ફંદાનો ફોટો પણ આરોપીને મોકલાવ્યો હતો જે બાદ બન્ને વચ્ચે કોઈ વાતચીત થઇ ન હતી. હાલ આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે. મોબાઈલમાં ‘સમીર’ને બદલે ‘જીવો’ નામ સેવ હતું
પરિણીત યુવતીએ આપઘાત કરી લીધો ત્યારે પરિવારે શંકા વ્યક્ત કરી હતી.જે દિશામાં પોલીસે વધુ તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.જયારે યુવતીનો ફોન તપાસવામાં આવ્યો ત્યારે આરોપીનું નામ સમીરને બદલે જીવો નામથી સેવ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે વધુ તપાસ માટે યુવતીના મોબાઈલને એફએસએલમાં મોકલવા સહીતની તજવીજ પણ હાથ ધરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *