પાટણ હોસ્પિટલોનું શહેર પણ કહેવાય છે. અહીંયા હોસ્પિટલોની વધુ સંખ્યાને લઇ આવતા દર્દીઓ મોંઘીદાટ ફી ભરીને ખાનગીમાં રિપોર્ટ કરાવતા હોય છે. જ્યારે આ જ બધાં મહત્વના ટેસ્ટ સિવિલ હોસ્પિટલમાં અધતન મશીન સાથેની લેબોરેટરી વિભાગમાં નિ:શુલ્ક થઈ રહ્યા છે. અંદાજે 80 જેટલા ટેસ્ટ નિ:શુલ્ક થતા હોય માત્ર એક વર્ષમાં 4 લાખ કરતાં વધારે દર્દીઓએ લાભ લીધો છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. હોસ્પિટલમાં સારવારની સુવિધા સાથે 80 પ્રકારના ટેસ્ટ નિ:શુલ્ક થાય છે. વર્ષ 2025માં હિમોગ્લોબીન 21485, સીબીસી 22485, થાઇરોઇડ 382, ચરબીના રિપોર્ટ 207, ડાયાબિટીસ 3 માસનો રિપોર્ટ 325, સર્વાઈકલ કેન્સર 25 અને એનીમિયા 14 રિપોર્ટ મળી કુલ 80 પ્રકારના 4 લાખથી વધુ રિપોર્ટ વર્ષ દરમિયાન કરવામાં આવ્યા છે. આ તમામ રિપોર્ટ પાટણ સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવે છે. પેથોલોજીસ્ટ ડો.પાયલ દેસાઈએ જણાવ્યું હતું કે પાટણ સિવિલ હોસ્પિટલમાં કુલ 80 પ્રકારના વિવિધ રિપોર્ટ નિઃશુલ્ક કરવામાં આવે છે.તેમજ દરરોજ 100 આસપાસ જેટલા રિપોર્ટ કરવામાં આવે છે. હોસ્પિટલમાં કુલ ટેસ્ટિંગ માટેના 5 જેટલા મશીનો ઉપલબ્ધ છે.
ભાસ્કર ખાસ:કિડની, લીવર, થાઇરોઇડ, ડેન્ગ્યુના રિપોર્ટ ખાનગીમાં રૂ.200થી 700માં થતા ટેસ્ટ સિવિલમાં નિ:શુલ્ક થાય છે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
