ભાસ્કર ફોલોઅપ:કાલોલની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગ બાદ લીધેલા પાણીના સેમ્પલ ફેલ આવ્યા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

કાલોલની અમૃત વિધાલયમાં 26 સપ્ટેમ્બરે ફૂડ પોઇઝનિંગથી 63 બાળકોને અસર થઇ હતી. આરોગ્ય વિભાગે શાળાના ધાબા પરની પાણીની ટાંકીમાંથી પાણીના 5 સેમ્પલ લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા હતા. તપાસ રિપોર્ટમાં પાણીના 3 સેમ્પલ ફેલ આવતા આરોગ્ય વિભાગે વિધાલયને જરૂરી સુચનો કર્યા છે. કાલોલ તાલુકાના મલાવ રોડ સ્થિત અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય માં 26 સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફૂડ પોઇઝનિંગ થતા 50થી વધુ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે. શાળામાં પાણીની ટાંકીનું પાણી પીવાથી તથા નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે શાળાના ધાબા પર આવેલ ટાંકીમાંથી પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે લીધેલા પાણીના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ મોકલ્યા હતા. ત્યારે શાળાના ધાભા ઉપર મુકેલ ટાંકીમાંથી લેવાયેલા 3 પાણીના નમૂના રિપોર્ટ ફેલ આવ્યા છે. રિપોર્ટના આધારે આરોગ્ય વિભાગે શાળાને જરૂરી સૂચનો પાઠવ્યા છે. ઇન્ચાર્જ આરોગ્ય અધીકારી ડો.એ.કે. તાવિયાડે જણાવ્યું કે, 26મી સ્પટેમ્બરે ફૂડ પોઇઝનિંગ થયા બાદ કાલોલની અમૃત વિધાલયના 63 બાળકો અસરગ્રસ્ત થયા હતા. મેડિકલ ટીમોને તપાસ કરીને ટાંકીમાંથી 5 પાણીના સેમ્પલ લીધા હતા. જે નમૂનામાંથી 3 પાણીના નમૂના ફેલ આવ્યા છે. જેથી શાળાને પાણી શુધ્ધ અને ક્લોરિનેશનવાળું ઉપયોગ કરવામાં આવે તેવા સુચનો આપ્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *