મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકોને મોટું નુકસાન થવાથી ખેડૂતો દેવાદાર બની જાય તેવી પરિસ્થિતિમાંથી ઉગારવા સરકારે ખેડૂતો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતા આ સહાય મેળવવા માટે ખેડૂતો ફોર્મ ભરવા માટે ગ્રામ.પંચાયત કક્ષાએ વીસીઈ પાસે મોટા પ્રમાણ ધસારો કરી રહ્યા છે. આ પાક નુકસાનની સહાયની અરજીની સતાવાર વિગતો મુજબ છ દિવસમાં એટલે આજદિન સુધીમા મોરબી જિલ્લામાં સહાયની અરજીની 50 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ છ દિવસમાં મોરબી જિલ્લામાં કુલ 55213 અરજીઓ જમા થઈ છે અને હજુ અરજી કરવાની 28 સુધીની મુદત છે. મોરબી જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન થયા બાદ સરકારે જાહેર કરેલા રાહત પેકેજ સહાય મેળવવા માટે ખેડૂતોને અરજી કરવાની તા.14થી કામગીરી શરૂ થઈ હતી. જો કે આ સહાયની અરજી કરવા માટે 7/12 અને 8-અ જેવા મહત્વના ડોક્યુમેન્ટ જરૂરી હોવાથી આ દાખલા મેળવવા ખેડૂતો બધા જ કામો પડતા મૂકી વહેલી સવારથી જ ગામડેથી જ મોરબીની ઇ-ધરા મામલતદાર કચેરીએ ધામા નાખ્યા હતા અને લાંબી લાઈનો લાગી હતી. એનું કારણ એ હતું કે સર્વર જ ડાઉન થઈ.જતા કામગીરી જ ન થવાથી ખેડૂતોને ધક્કે પે ધક્કા થયા હતા. આવા સંજોગોમાં છ દિવસમાં સહાયની અરજીઓ કરાઇ છે. તા.14થી આજ સુધીમાં હળવદમાં 10536, માળીયા મી.મા 7862, મોરબીમાં 16949, ટંકારામા 9114, વાંકાનેરમાં 10752 સહાયની અરજી ગ્રામ પંચાયતમાં વીસીઈ કક્ષાએ જમા થઈ છે. આ રીતે ફોર્મ ભરવાની કામગીરી ચાલે છે
મોરબી જિલ્લા ખેતી અધિકારી ડો હસમુખ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં હાલ મોટાભાગની ગ્રામ પંચાયત માં વીસીઈ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે શક્ય તમામ મદદ કરી ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે. હાલ મોટાભાગના ગામમાં ફોર્મ ભરવાની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે સહાય પાત્ર ખેડૂતને અમારા તરફથી ફોર્મ બાબતે તમામ સહયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે સર્વર ડાઉનનો પ્રશ્ન ઉકેલાઇ ગયાનો દાવો
શરૂઆતમાં સર્વર ડાઉનનો પ્રશ્ન નડ્યો હતો. તેથી ખેડૂતોને ભારે હાલાકી પડી હતી. બે ત્રણ દિવસ આ સર્વર ડાઉનનો પ્રોબ્લેમ રહ્યો હતો. પણ હવે આ મુશ્કેલી દૂર થઈ છે. ખેડૂતોના સરળતાથી 7/12 અને 8-અ દાખલા નીકળે છે, ઓનલાઈન રીતે આરામથી અરજી થાય છે. તેથી ખેડૂતોને કોઈ તકલીફ ન હોવાનો તંત્ર દ્વારા દાવો કર્યો હતો.
ભાસ્કર ફોલોઅપ:મોરબીમાં 6 દી’ માં 55,213 ખેડૂતની પાક સહાય માટેઅરજી , હજુ 60 હજાર બાકી, 26મીએ છેલ્લો દિવસ
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
