ભાસ્કર યુટિલિટી:રાજસ્થાનના સરહદી ગામો માટે મોડાસાથી નવી 4 ST શરૂ કરાઇ

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

રાજસ્થાનના સરહદી ગામડાઓમાં પૂરતા એસટી રૂટનો અભાવ હોવાના કારણે મોડાસાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઢેમડા અને ઢેકવા તેમજ મોટી પંડુલીના ગ્રામજનોને અવર-જવરમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તદઉપરાંત ઢુંઢેરા વિસ્તારના સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓેને સ્કૂલ કોલેજમાં પહોંચવા અને ઘરે પહોંચવા માટે પણ પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં રાખીને મોડાસા એસટી.ડેપો દ્વારા રાજસ્થાન સરહદી ગામડાને જોડતાં ચાર નવા એસટી રૂટ શરૂ કરાતાં ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર દ્વારા લીલીઝૂડી આપી એસટી બસોને નવા રૂટ ઉપર શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જગદીશભાઈ ભાવસાર, હસમુખભાઈ પટેલ, શહેર મહામંત્રી કેતનભાઇ ત્રિવેદી, અને પિન્ટુસિંહ જિલ્લા સંગઠનના કાર્યકર્તાઓ ડેપો મેનેજર કેતનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા એસટી રૂટ શરૂ કરાયા


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *